<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

નવરાત્રીમાં પ્રાચીન ગરબીઓમાં ધૂણવાના રાસ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ ધુણવુ કે સવારી આવવી એ મહાડીંડક ગણાય : ગરબીમાં ધૂણવાના રાસથી બાળાઓની માનસિક હાલત ખરાબ થાય : બાળમાનસ પર અંધશ્રધ્‍ધા પ્રેરક આવા ધૂણવાના રાસ બંધ થવા જોઇએ : આવી પ્રવૃત્તિથી બાળાઓ ડીસોસીએટીવ ડીસઓર્ડર, ઓબ્‍જેશન, હિસ્‍ટેરીયા, ભયભીત વળગાડના રોગોનો શીકાર બને છે : માસહિસ્‍ટેરીયા અને માનસિક નબળા હિપ્‍નોટાઇઝ થઇ ધૂણે છે : આ વખતે નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબીઓમાં ધૂણવાના રાસ બંધ રાખવામાં આવે તેવી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) દ્વારા કરાઇ અપીલ

(4:02 PM IST)