તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 17th August 2025
ગુજરાતના સેલવાસમાં દુ:ખદ ઘટના: પિતાએ બે બાળકોને ઝેર આપી પોતે ગળેફાંસો ખાધો સેલવાસ: ગુજરાતના સેલવાસમાં સમર વરણી વિસ્તારની એક ચાલીમાં હૃદયદ્રાવક ઘટના બની. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી એક પિતાએ પોતાના બે નાના બાળકોને ઝેર પીવડાવીને પોતે ગળેફાંસો ખાઈ લીધો. આ ઘટનાથી આખો વિસ્તાર હચમચી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આર્થિક તંગી અને કૌટુંબિક કલેશને આ આત્મઘાતી પગલાનું કારણ માનવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોના પરિવારને સહાય આપવાની કવાયત શરૂ કરાઈ છે.

(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
