<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

રાજકોટમાં એક માનસિક અસ્થિર બાળકે આપઘાત કરવાના ઇરાદે ટ્રેન પર ચઢી જતાં લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સદભાગ્યે, રેલવે સર્વેલન્સ ટીમ અને એલસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરી, આરપીએફની મદદથી બાળકનો જીવ બચાવ્યો હતો. આ કામગીરી ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ મધુરાજસિંહ, જયવીરસિંહ, યોગીરાજસિંહ, વિપુલભાઈ, પૃથ્વીરાજસિંહ, સિદ્ધરાજસિંહ, દિવ્યરાજસિંહ અને ભુપતભાઈ સહિતની ટીમે પાર પાડી હતી, જે ખૂબ જ પ્રશંસનીય હતી.

(12:11 AM IST)