News of Thursday, 26th June 2025
હાલારી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વસંધ્યાએ જામનગરના જામસાહેબે પ્રજાજનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સૌના નિરોગી સ્વાસ્થ્ય, તમામ પ્રકારની સુખાકારી અને આવનારું નવું વર્ષ મંગલમય રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. જોકે, તેમણે આ સાથે જ જણાવ્યું છે કે, થોડા સમય અગાઉ તેમના બહેન અને ભાણેજનું અવસાન થયું હોવાથી તેઓ આ વર્ષે અષાઢી બીજની ઉજવણી કરશે નહીં. (મુકુંદ બદીયાણી, જામનગર)

(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
