તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ટુ વ્હીલર્સ ઉપર કોઈપણ પ્રકારનો ટોલ ટેક્ષ નહિં ઝીંકાયઃ ગડકરીએ કરી સ્પષ્ટતા નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવી તમામ અટકળો અને અફવાઓને નકારી કાઢી છે જેમાં જણાવાયુ છે કે ૧૫મી જુલાઈથી નેશનલ હાઈવે ઉપર ટુ વ્હીલર્સ ધારકો પાસેથી પણ ટોલ ટેકસ વસૂલ કરવામાં આવશે. નીતિન ગડકરીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે કેટલાક મીડીયા હાઉસે એવા સમાચારો વહેતા કર્યા હતા કે બે પૈડાવાળા વાહનો પાસેથી પણ ટોલ ટેક્ષ લેવાશે. તેમણે આગળ લખ્યું છે કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ પ્રકારનો કોઇ નિર્ણય પ્રસ્તાવિત નથી : ટુ વ્હીલર્સ માટે સંપૂર્ણ છુટ ચાલુ રહેશે : અત્રે એ નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર ટુ વ્હીલર્સ માટે ટોલ ૧૫મી જુલાઇથી અમલી બનશે તેવા અહેવાલો વ્હેતા થતાં ભારે ઉહાપોહ થયો હતો તે પછી ગડકરીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. ટુ વ્હીલર્સના ધારકોએ ફાસ્ટેગ થકી ટોલ દેવાનો રહેશે તેવા અગાઉ સમાચાર આવ્યા હતા. ટોલ નહિ વસુલાય એવી જાહેરાતને પગલે ટુ વ્હીલર્સ ધારકોને રાહત થઈ છે.

(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
