<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

કટકના નિર્ગુંડી વિસ્તારમાં બેંગલુરુ-કામાખ્યા એસએમવીટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટરી પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મોત અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, આ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા મુસાફરોને બચાવવાનું કામ શરૂ કર્યું. વધુ વિગતો મેળવાય રહી છે.

(3:12 PM IST)