<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

મહત્વના સમાચાર, ઉડતી નજરે : આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, દિલ્હીમાં મહિલાઓ માટે ૨૫૦૦ રૂપિયાની યોજનાની આજે ઘોષણા થશે : પશ્ચિમ બંગાળના હાવડા ના બાંકડામાં કાપડ માર્કેટમાં ભયંકર આગ ફાટી નીકળી છે : બેલફાસ્ટમાં વિદેશ મંત્રી જયશંકરે ભારતના મહા વાણિજ્ય એલચી કચેરીનું ઉદ્ઘાટન કર્યું : બે વર્ષ પહેલા થયેલા રેલવે અકસ્માત સંદર્ભે ગ્રીસના બે શહેરોમાં હિંસા, પાટનગર એથેન્સમાં સંસદ બહાર બોમ્બ ફેકાયા, પોલીસે ટીયર કેસ અને સ્ટેન ગ્રેનેડ છોડ્યા, સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયા. : મહિલા દિવસ ઉપર દિલ્હીના જે એલ એન સ્ટેડિયમમાં ભાજપ સરકાર દ્વારા મોટું આયોજન હાથ ધરાયું છે : અમદાવાદ ખાતે કોંગ્રેસ હેડ ક્વાર્ટર માં પક્ષના કાર્યકર્તાઓને આજે રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા છે : નવસારી જિલ્લામાં એક કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સંબોધન કરી રહ્યા છે : સીરિયામાં આંતરવિગ્રહ દરમિયાન ૨૦૦ ના મોત, પૂર્વ પ્રેસિડેન્ટ અસદના જૂથો વચ્ચે ભારે હિંસા.

(9:49 AM IST)