તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ઇઝરાઇલમાં લાપતા બનેલ દસ ભારતીય શ્રમિકોનો પત્તો લાગ્યો : ઇઝરાયેલી અધિકારીઓએ વેસ્ટ બેંકમાં લાપતા બનેલા દસ ભારતીય શ્રમિકોનો પત્તો લગાવી લીધેલ છે. : નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધી ગુજરાતમાં: સૌની નજર ગુજરાત ઉપર : આજે ગુજરાત ઉપર સૌની નજર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે આવ્યા છે. : "ચીલી"માં ૬.૧ નો મહા ભૂકંપ : દક્ષિણ અમેરિકામાં આવેલ "ચીલી"માં ૬.૧ નો મહા ભૂકંપ આવ્યો. સુનામી ન કોઈ ચેતવણી અપાયેલ નથી. : જીઓ સ્ટાર ૧૧૦૦ અને ડીએચએલ કંપની ૮૦૦૦ કર્મચારીઓને છુટા કરી દેશે: ૧૦૦ કરોડ યુરો બચાવવાનો પ્લાન : જીઓસ્ટાર કંપની તેના ૧૧૦૦ કર્મચારીઓની અને ડીએચએલ કંપની જર્મનીમાં તેના ૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરી રહેલ છે. ડીએચએલ કંપની આ પગલા દ્વારા બે વર્ષમાં ૧૦૦ કરોડ યુરો બચાવવા જહેમત ઉઠાવી રહી છે. : ટ્રમ્પે સ્ટ્રેટેજીક બીટકોઈન રિઝર્વ ઊભું કરવાના હુકમો ઉપર સહી કરી : અમેરિકામાં હવે સૌથી મોટો બીટકોઈન રિઝર્વ, ટ્રમ્પે સ્ટ્રેટેજીક બીટકોઈન રિઝર્વ ઊભું કરવાના હુકમો ઉપર સહી કરી. દરમિયાન આજે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં મળી રહેલા પ્રથમ ક્રિપ્ટો શિખર સંમેલનની આગેવાની પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. : હમાસ ઉગ્રવાદીઓને ટ્રમ્પની અંતિમ ચેતવણી : અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવા માટે હમાસ ઉગ્રવાદીઓને અંતિમ ચેતવણી આપી છે. : દિલ્હીમાં ભાજપ કેબિનેટની બેઠક: મહિલાઓને ૨૫૦૦ રૂપિયા આપવાની સમૃદ્ધિ યોજના ઉપર મહોર : દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તા કેબિનેટની બેઠક મળી રહી છે, જેમાં મહિલાઓને ₹ ૨૫૦૦ આપવાની મહિલા સમૃદ્ધિ યોજના ઉપર મહોર લગાવવામાં આવશે, આ પછી મહિલાઓનું રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
