<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સાંજે ભાજપ ધારાસભ્યોની બેઠક: મુખ્યમંત્રીના નામ ઉપર મહોર મરાશે: આવતીકાલે શપથવિધિ : દિલ્હીમાં આજે સાંજે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની બેઠક મળી રહી છે જેમાં નવા મુખ્યમંત્રીના નામ ઉપર મહોર લગાવાશે, આ પછી આવતીકાલે દિલ્હીના નવા મુખ્યમંત્રી ભવ્યાતીભવ્ય સમારોહમાં શપથ લેશે : દિલ્હીમાં આરએસએસના નવા હેડ ક્વાર્ટર ખાતે પૂજા કાર્યક્રમ : દિલ્હીમાં બનેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હેડ ક્વાર્ટર કેશવકુંજ ખાતે પૂજા કાર્યક્રમમાં મોહન ભાગવતજી સામેલ થઈ રહ્યા છે. : જર્મની વિરુદ્ધ ભારતનો હોકી મેચમાં પરાજય : એફઆઇએચ હોકી પ્રિ લીગ ૨૦૨૪–૨૫ માં જર્મની વિરુદ્ધ ભારતીય પુરુષ હોકી ટીમનો ૧–૪થી પરાજય થયો છે : મહાકુંભમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે : મહા કુંભમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવન સ્નાન કરવા ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે : આજથી કરાંચીમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે કરાંચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો ખેલાઈ રહ્યો છે

(9:44 AM IST)