તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th February 2025
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક* ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક થયાનું કાયદા મંત્રાલયે જાહેર કર્યું છે. તેઓ કેરળ બેચના રીટાયર્ડ આઈએએસ ઓફિસર છે. બી ટેક થયા છે. ગૃહ મંત્રાલયમાં તેમના કાર્યકાળ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિમણૂક થનારા જ્ઞાનેશ કુમાર પહેલા સીઈસી બન્યા. નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સિલેક્શન કમિટીએ આ નિમણૂક કરી છે. ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ કરવામાં આવી ત્યારે જ્ઞાનેશ કુમારે જમ્મુ અને કાશ્મીર બાબતોને સંભાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
