તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
જેવા સામે તેવા: કેનેડાએ અમેરિકન આયાત ઉપર ૨૫ ટકા આયાત ડ્યુટી ઝિંકી દીધી:અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા તમામ માલ પર ૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાનો આદેશ આપ્યો છે તેના વળતા જવાબમાં કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકન આયાત ઉપર પણ ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 'અમારો દેશ અમેરિકાના પગલાઓનો વળતો જવાબ આપવા સજ્જ છે.':ટ્રમ્પે ચીનથી થતી તમામ આયાત પર ૧૦ ટકા અને મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫ ટકા ટેરિફ લાગતા હુકમ કર્યા છે જ્યારે કેનેડાથી આયાત થતા તેલ, કુદરતી ગેસ અને વીજળી ઉપર ૧૦ ટકાના દરે આયાત ડ્યુટી લાગશે. જસ્ટિન ટ્રુડોએ 'એક્સ' પર લખ્યું કે, 'તેઓ ટૂંક સમયમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબામ સાથે વાત કરશે'

(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
