<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

૧૦૦ રૂપિયા મામલે બબાલ કરી પેટ્રોલ બોમ્‍બ ફેંકી હોટેલ સળગાવવાનો પ્રયાસઃ જયદેવ, ચિરાગ સહિતની શોધખોળ યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે સંક્રાંતિની રાતે બનેલી ઘટનામાં પોલીસે આરોપીઓની ઓળખ મેળવી લીધી નકળંગ હોટેલના સંચાલક જીલ્લાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સિરોડીયાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની તપાસઃ થડા પર બેઠેલા યુવાને ૫૦ રૂપિયા જ દીધાનું કહ્યું પણ ગ્રાહક તરીકે આવેલાએ ૧૦૦ દીધા છે કહી ડખ્‍ખો કર્યોઃ હોટેલ સંચાલકે ૧૦૦ પાછા લઇ લેવાનું કહેતાં-હું ભીખારી નથી કહી મારકુટ કરી ભાગી ગયો, પછી બીજા ત્રણ જણાને લઇને આવ્‍યો અને પેટ્રોલ બોમ્‍બ ફેંકી ભાગી ગયો

(11:58 AM IST)