તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
બાંગ્લાદેશ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને આંખે પાટા બાંધવા ફરી એકવાર જુઠાણું ચલાવ્યું: હિન્દુઓ પરના હુમલાઓને આડે પાટે ચડાવવા પ્રયાસ:બાંગ્લાદેશ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને આંખે પાટા બાંધવા ફરી એકવાર જુઠાણું ચલાવ્યું: હિન્દુઓ પરના હુમલાઓને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. બાંગ્લાદેશની સરકારે હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક નહોતા. એવો દાવો કરાયો છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૨૩૪ ઘટનાઓ રાજકીય હતી. જ્યારે ૨૦ ઘટનાઓ સાંપ્રદાયિક હતી અને ઓછામાં ઓછા ૧૬૧ દાવા ખોટા કે બનાવટી હતા. બાંગ્લાદેશ પોલીસે હિન્દુ લઘુમતી સમુદાયના લોકોને સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મોકલવા માટે એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ શાખાએ એક નિવેદન બહાર પાડીને આ વિગતો જાહેર કરી છે.

(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
