<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

નડીયાદ-બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારનું ટાયર ફાટી જતા આ ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જતા ટ્રકની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. નડીયાદ ગ્રામ્ય પોલીસ અને મહુધા પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

(8:03 AM IST)