તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ફેંગલ વાવાઝોડાની અસર: બેંગ્લોરમાં જોરદાર વરસાદ પડ્યો: કાતિલ ઠંડીનો દોર:ફેંગલ વાવાઝોડાની અસર રૂપે બેંગ્લોરમાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને ગઈકાલે રાત્રે રાત્રે ૧૧ વાગે જોર પકડ્યું હતું: સાથે કાતિલ ઠંડીનો સપાટો પણ બોલી ગયો છે: પવન મધ્યમ ફૂંકાઈ રહ્યો છે..:ખાનગી વેધર એનાલિસ્ટના કહેવા મુજબ ૪ ડિસેમ્બર સુધીનો વાવાઝોડાનો ટ્રેક અસામાન્ય જોવા મળે છે. જે દક્ષિણ ભારતમાં આગળ વધી, તામિલનાડુ પુડુચેરી કર્ણાટક ગોવા ક્રોસ કરી અરબી સમુદ્રમાં ચાલ્યું જશે..:આજ સવારની ઇનસેટ તસવીરમાં બેંગ્લોર ચેન્નાઇ સહિતના વિસ્તારોમાં ભારે વાદળા પસાર થઈ રહેલા જોવા મળે છે..

(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
