News of Tuesday, 17th September 2024
ડોક્ટરોની માગણી મુજબ બે ટોચના અધિકારીઓને મમતા બેનર્જીએ હટાવી દીધા છતાં ડોક્ટરો હડતાલ ચાલુ રાખવા મક્કમ: આજે મમતા ફરી ડોક્ટરોને મળી રહી છે: કોલકાતા કાંડની ઘટનાનો દિવસોથી વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરો સાથે વાત કર્યા બાદ મમતા બેનર્જીએ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસના ડિરેક્ટરને હટાવી દીધા છે. જોકે મમતા સરકારના આ નિર્ણય પછી પણ જુનિયર ડોકટરોએ જાહેરાત કરી છે કે તેઓ તેમની હડતાલ ચાલુ રાખશે, કારણ કે તેમની બધી જ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી ! દરમિયાન મમતા આજે ફરી એકવાર ડોક્ટરો સાથે મંત્રણા કરી રહી છે.

(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
