તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
એક સેકન્ડમાં લોકોનો ભય ગાયબ થઇ ગયોઃ બધું જ ખતમ થઇ ગયું: રાહુલ વર્જીનીયા (યુએસએ) અહિં મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કહયું હતું કે ચુંટણીના ૩ મહિના પૂર્વે અમારા તમામ બેંકખાતા સીલ કરી દેવાયા હતા. અમે ચર્ચા કરી રહેલ હતા કે હવે શું કરશુ? મેં કહયું કે જોયુ જશે. જોઇએ શું થાય છે. પરંતુ ચુંટણી પછી બધું બદલાય ગયું છે. કેટલાક લોકો કહે છે કે હવે ડર નથી લાગતો- ડર હવે નિકળી ગયો છે. મારા માટે એ રસપ્રદ છે કે ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડર ફેલાવ્યો હતો અને નાના- નાના વેપારીઓ ઉપર એજન્સીઓનું દબાણ આ બધુ એક સેકન્ડમાં ગાયબ થઇ ગયું. સંસદમાં હું વડાપ્રધાન સામે જોઉ છું અને આપને જણાવી શકું છું કે મોદીના વિચાર, ૫૬ ઇંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ. આ બધુ હવે ખતમ થઇ ગયું છે. આ બધું હવે ઇતિહાસ બની ગયેલ છે.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
