તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 6th August 2024
વચન આપ્યા મુજબ મને રાજ્યપાલ બનાવો, નહીં તો જોવા જેવી થશે ! શિંદેની શિવસેનાના સાંસદ આનંદરાવ અડસુલનું ભાજપને ખુલ્લુ અલ્ટીમેટમ:મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના સાંસદ આનંદરાવ અડસુલેએ ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. ‘જો મને ૮ દિવસમાં રાજ્યપાલ બનાવવામાં નહીં આવે તો હું ફરી ભાજપ નેતા નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રની માન્યતાનો મુદ્દો ઉઠાવીશ. નવનીત રાણાના કારણે મને ખૂબ નુકસાન થયું છે. જો રાણાને ટિકિટ ન અપાઈ હોય તો હું સાંસદ બન્યા બાદ મંત્રી બની ગયો હોત. ભાજપ મને રાજ્યપાલ બનાવવાનું વચન પુરું કરે.’

(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
