<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

હવામાન લેટેસ્‍ટ... : ર૪ કલાકમાં નવસારી સુરત-વલસાડ પંથકમાં પ ઇંચ તથા કોઇ કોઇ સ્‍થળે ૧૦ ઇંચથી વધુ વરસાદની ચેતવણી : પૂર્વ ગુજરાતમાં ર૪ કલાકમાં ભરૂચ-તાપી-નર્મદા વિસ્‍તારમાં ભારેથી અતિ ભારે તથા ૧ થી ર સ્‍થળે ૭ થી ૮ ઇંચ વરસાદ પડશે. : મધ્‍ય ગુજરાતમાં અમદાવાદ-વડોદરા-ખેડા-નડીયાદ-ગાંધીનગર ક્ષેત્રમાં મધ્‍યમથી ભારે અને કોઇ કોઇ સ્‍થળે ર થી ૪ ઇંચ ઝીંકાશે. : સાબરકાંઠા-મહેસાણા-પાટણ-અરવલ્લી ક્ષેત્રમાં અને ગાંધીનગર વિસ્‍તારમાં ૧ થી ૩ ઇંચ વરસાદની શકયતા. : બનાસકાંઠા ક્ષેત્રમાં ૧ થી ર ઇંચની શકયતા... : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં વરસાદથી હવે રાહત રહેશે. હળવો-મધ્‍યમ તથા ૧ થી ર સ્‍થળે ર થી ૩ ઇંચ પડી શકે. : જુનાગઢ-ગીર સોમનાથ-અમરેલી ક્ષેત્રમાં ર૪ કલાકમાં ર થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડી શકે. : રાજકોટ-બોટાદ-સુરેન્‍દ્રનગર-મોરબી ક્ષેત્રમાં ૧ થી ર સ્‍થળે ર ઇંચથી વધુ તથા અન્‍ય ક્ષેત્રમાં હળવા - ભારે ઝાપટા આવી શકે.

(3:46 PM IST)