News of Wednesday, 24th July 2024
યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના હત્યાના પ્રયાસને લગતી સુરક્ષા ભૂલોની તપાસ વચ્ચે પોતાનું રાજીનામું આપ્યું : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલીમાં ગોળીબારની ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે આજે રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, હત્યાના પ્રયાસની ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસ ટીકાકારોના નિશાના પર છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના સુરક્ષા પગલાંને લઈને ચર્ચામાં આવેલા એજન્સીના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે 23 જુલાઈએ રાજીનામું આપ્યું હતું.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
