<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th July 2024

પોરબંદરના કુતિયાણા પંથકમાં પાંચ ઇંચ, રાણાવાવ વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો: ખાંભોદર નજીક દર્દીઓ સાથેની ૧૦૮ એમ્બ્યુલન્સ પાણીના પ્રવાહમાં ફસાઈ* પોરબંદરના બગવદરના ખાંભોદર નજીક દર્દીઓ સાથેની ૧૦૮ એમ્બ્યુલન્સ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ છે. પ્રવાહ વધતો જતો હોય દર્દીને હોસ્પિટલે કેમ પહોંચાડવો તે ચિંતાની લાગણી. પોરબંદર પંથકમાં અનરાધાર વરસ્યો. પોરબંદરમાં ૮ થી ૯ ઇંચ, કુતિયાણા પંથકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાણાવાવ વિસ્તારમાં ત્રણેક ઇંચ આસપાસ વરસાદ પડી ગયો છે. પરેશ પારેખ અકિલા પોરબંદર.

(1:07 AM IST)