<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

કેજરીવાલ ચૂંટાયેલા નેતા છે : મુખ્‍યમંત્રી તરીકે ચાલુ રહેવુ છે કે કેમ તે નક્કી કરવાનું તેમના ઉપર છે : સુપ્રિમ કોર્ટ ઈડી દ્વારા ધરપકડને પડકારતી અરજી સંદર્ભે સુપ્રિમ કેસ લાર્જર બેન્‍ચને સોંપ્‍યો : ત્‍યાં સુધી કેજરીવાલના જામીન ચાલુ રહેશે સુપ્રિમ કોર્ટે એક્‍સાઈઝ પોલીસી કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્‍ડરીંગ કેસમાં વચગાળાના જામીન મંજૂર કરતા કહ્યુ છે કે કેજરીવાલ ચુંટાયેલા નેતા છે અને તેમને દિલ્‍હીના મુખ્‍યમંત્રી તરીકે ચાલુ રહેવુ છે કે કેમ તે તેમના ઉપર નિર્ભર કરે છે. કેજરીવાલે ૯૦ દિવસથી વધુ જેલ સહન કરી છે. તેમ પણ સુપ્રિમે તેમના જામીન મંજૂર કરતા કહ્યુ હતું. સુપ્રિમ કોર્ટે અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડને પડકારતી અરજી સંદર્ભે સુપ્રિમ કોર્ટે ત્રણ પ્રશ્નો ફ્રેમ કર્યા છે અને તેમની રીટ પીટીશન સુપ્રિમ કોર્ટની લાર્જર બેન્‍ચને સુપ્રત કરેલ છે. ત્‍યાં સુધી કેજરીવાલના વચગાળાના જામીન ચાલુ રહેશે

(12:21 PM IST)