<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

સાઉદી એરલાઇન્સના વિમાનનું ટાયર ફાટ્યું અને આગ લાગી: ઇમર્જન્સી દરવાજા હોલી તમામ મુસાફરોને હેમખેમ ઉતારવામાં આવ્યા:પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ ઉપર સાઉદી એરલાઇન્સના એક વિમાનમાં આગ લાગી હતી, જેમાં ૨૭૬ મુસાફરો અને ૨૧ ક્રુ મેમ્બરો સવાર હતા. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના રિયાધથી પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ ઉપર આવી હતી. :પાકિસ્તાનના આ એરપોર્ટ ઉપર ઉતરતી વખતે સાઉદી એરલાઇન્સની ફ્લાઈટમાં કોઈ સમસ્યાના કારણે ટાયર ફાટ્યું હતું અને આગ લાગી હતી. જો કે કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ નથી. :ટાયર ફાટયાના અહેવાલો મળતા જ ભારે ગભરાટ ફેલાયેલ. તમામ મુસાફરોને ઇમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ઉપર તરત કાબુ મેળવી લેવામાં આવેલ..

(8:08 PM IST)