<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભોલેબાબા ઉપર કેમ કોઈ આંગળી ચીંધતું નથી, પગલાં લેતું નથી ? લોકસભાની ૧૦ અને વિધાનસભાની ૫૦ બેઠકો ઉપર તેમનું વર્ચસ્વ છે:હાથ રસ હત્યાકાંડ સર્જાયો તે પહેલા આધ્યાત્મિક ઉપદેશક સુરજપાલ ઉર્ફે ભોલે બાબાના મેનપૂરીથી આગરા સુધીના વિસ્તારોમાં ભારે સંખ્યામાં સમર્થકો છે. :આ વિસ્તારોમાં લોકસભાની ૧૦ અને વિધાનસભાની ૫૦ સીટો આવે છે, આ કારણોસર હાથરસકાંડના આ બાબા વિરુદ્ધ એફઆઇઆર હજી સુધી નોંધાઈ નથી તેવી ભારે ચર્ચા છે. :હાથરસ દુર્ઘટનામાં સવાસો લોકો માર્યા ગયા છે, તેને એક અઠવાડિયું થઈ ગયું છે. યુપી સરકારે એસડીએમ સહિત છ ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ જેમનો ઉપદેશ સાંભળવા લાખો લોકોની ભીડ એકત્ર થયેલ તેના ઉપર કોઈપણ આંગળી ચીંધવામાં આવી નથી. જોકે પોલીસ સતત તેમને શોધી રહ્યાના અહેવાલો આવી રહ્યા છે અને બાબાનો કોઈ પત્તો નથી એમ પણ કહેવાય છે.

(8:08 PM IST)