News of Thursday, 11th July 2024
અતીક અહેમદના વકીલ વિજય મિશ્રા હિસ્ટ્રીશીટર જાહેર : વકીલ વિજય મિશ્રાને કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે સૂચિબદ્ધ કર્યા : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ પોલીસે ગેંગસ્ટર અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાને કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે સૂચિબદ્ધ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે પહેલાથી જ અતીક અહેમદના પુત્રો મોહમ્મદ ઉમર અને અલી અહેમદને પ્રયાગરાજ જિલ્લાના ખુલદાબાદ પોલીસ સ્ટેશનમાં અનુક્રમે '48B' અને '57B' નંબર સાથે હિસ્ટ્રી-શીટર તરીકે સૂચિબદ્ધ કર્યા છે. વિજય મિશ્રા અતીક અહેમદના બીજા વકીલ છે જેમને હિસ્ટ્રી-શીટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. જૂનમાં, અન્ય વકીલ ખાન સૌલત હનીફને હિસ્ટ્રી-શીટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.

(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
