<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

નીટ અને GCAS પોર્ટલ મુદ્દે NSUIનો યુનિવર્સિટીમાં ઉગ્ર દેખાવો રાજકોટ : કેન્‍દ્ર સરકાર દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ તેમજ ગુજરાત સરકાર દ્વારા જીસીએએસ પોર્ટલમાં છબરડાના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે સરકારની સદ્‌બુધ્‍ધિ માટે હવન યોજાયો હતો. ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્રભાઇ સોલંકીના વડપણ હેઠળ એનએસયુઆઇના કાર્યકરોએ ભારે સૂત્રોચ્‍ચાર તેમજ કુલપતિ કાર્યાલય ખાતે દેખાવો યોજાયા હતા. વિદ્યાર્થીઓ નીટ અને જીસીએએસ પોર્ટલ સામે પણ સૂત્રોચ્‍ચાર કરીને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવા માંગ કરી હતી

(3:10 PM IST)