તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ચૂંટણી બાદ નીતિશ કુમારને મોટો ઝટકો, બિહારમાં ૬૫% અનામત રદ્દ : પટણા હાઈકોર્ટેનો ચુકાદો : બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આ ચુકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ૫૦ ટકા અનામતનો દાયરો આગળ વધારીને ૬૫ ટકા કરાયો હતો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
