<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

જનસેનાના પ્રમુખ પવન કલ્યાણ આંધ્રપ્રદેશના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા: વિધાનસભામાં પ્રચંડ બહુમતી હોવા છતાં ચંદ્રબાબુએ સાથી પક્ષને ખૂબ મહત્વનું સ્થાન આપ્યું : જનસેનાના પ્રમુખ પવન કલ્યાણ આંધ્રપ્રદેશના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા. વિધાનસભામાં ટીડીપી પક્ષની જબરજસ્ત બહુમતી હોવા છતાં ચંદ્રબાબુએ પોતાની સાથે ખભેખભો મિલાવી ચૂંટણી લડેલા પવન કલ્યાણને નાયબ મુખ્યમંત્રીનું ખૂબ જ માનભર્યું સ્થાન આપ્યું છે. ૧૭૫ સભ્યોની આંધ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી પક્ષને ૧૩૫ બેઠકો મળી હતી જ્યારે પવન કલ્યાણની જનસેનાએ ૨૧ બેઠકો જીતી હતી. આમ ૧૭૫ માંથી આ બંને પક્ષોના મોરચાને ૧૫૬ બેઠક મળી છે.

(6:20 PM IST)