News of Wednesday, 12th June 2024
એલોન મસ્કે સ્પેસએક્સની કર્મચારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા: મહિલાને તેના બાળકો પેદા કરવા કહ્યું હતું: રિપોર્ટમાં દાવો : વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ટેસ્લાના બે મહિલા કર્મચારીઓ અને એક ઇન્ટર્ન કર્મચારીને ટાંકવામાં આવ્યા હતા જેમણે દાવો કર્યો હતો કે એલોન મસ્ક દ્વારા તેઓને શરીર સંબંધ બાંધવા અને તેમના સંતાનો પેદા કરવા કહેવાયું હતું. વિશ્વના આ ટેકનિકલ અબજોપતિએ તેની કંપનીઓ સ્પેસ એકસ અને ટેસ્લામાં એવું કલ્ચર સર્જ્યું હતું જેના લીધે મહિલા કર્મચારીઓ અસ્વસ્થતા અનુભવી રહી હતી. એલોન મસ્ક ઉપર આ પહેલા એલએસડી, કોકેન, ઉશ્કેરણી સર્જતા તત્વો અને મશરૂમ તથા કેટામાઈન જેવા ડ્રગ્સનો ઉપયોગ કરવાના પણ આરોપો મુકાયા હતા તેમ વોલ સ્ટ્રીટ જનરલનું આ અહેવાલ ટાંકીને એનડીટીવી વર્લ્ડ માં પ્રસિદ્ધ થયું છે

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
