<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

આદિવાસી પટ્ટાએ ભાજપાને બચાવી નવી દિલ્‍હી,તા.૧૧: મધ્‍યપ્રદેશમાં ૨૧.૧ ટકા આદિવાસી વસ્‍તી છે. અહીં ભાજપાને ૨૯માંથી ૨૯ બેઠકો મળી.છતીસગઢમાં ૩૦ ટકા આદિવાસીઓ છે અહીં ભાજપાને ૧૧માંથી ૧૦ બેઠકો મળી ઝારખંડમાં ૨૬.૨ ટકા આદિવાસીઓ ભાજપાને ૧૪માંથી ૯ બેઠકો, ઓરિસ્‍સામાં ૨૨.૯ ટકા આદિવાસીઓ, ભાજપા ૨૧માંથી ૨૦ બેઠકો જીતી. માત્ર આ ચાર રાજ્‍યોમાં જ ભાજપા ૭૫માંથી ૬૮ બેઠકો જીતી ગઇ.ભારતમાં આ એક માત્ર પોકેટ છે જ્‍યાં ભાજપાએ આ વખતે જોરદાર જીત મેળવી હતી. આ ઉપરાંત ભાજપાએ પૂર્વ ગુજરાત અને દક્ષિણ રાજસ્‍થાનમાં પણ આદિવાસી વર્ચસ્‍વવાળા વિસ્‍તારોમાં જીત મેળવી હતી.

(4:44 PM IST)