<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

દેવભૂમિ દ્વારકાના મોજપ ગામ પાસેથી ફરી કરોડો રૂપિયાનો ચરસનો જથ્‍થો ઝડપાયો : (કૌશલ સવજીયાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોજપ ગામ પાસેથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્‍થો ઝડપાયો હોવાનું જાણવા મળ્‍યુ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની આગેવાનીમાં જુદી જુદી પોલીસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ. આ અગાઉ થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાના રૂપેણ બંદર પાસેથી પણ ૧૬ કરોડનું ચરસ ઝડપાયુ હતું. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(12:21 PM IST)