<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પોરબંદર-અમરેલીમાં પ૮૭ વીજ થાંભલા પડી ગયા : સૌરાષ્‍ટ્રમાં કુલ ૩૮ ટીસી ડેમેજ : યુધ્‍ધના ધોરણે રીપેરીંગ કામ : ૩ર૩ ફીડર બંધ : ૬૦ ગામોમાં અંધારપટ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૪ જિલ્લામાં પડેલા ભારે વરસાદ-પૂરના પાણી તથા તોફાની પવને વીજ તંત્રને ર દિ'માં લાખો રૂપિયાનું નુકશાન કર્યુ છે : પોરબંદર-અમરેલીમાં પ૮૭ વીજ થાંભલા સહિત ૭૬પ ગામો-ખેતરોના થાંભલા પડી ગયા છે : તો ૩૮ વીજ ટ્રાન્‍સફોર્મરો ઉડતા તે બદલાવાની પ્રક્રિયા ચાલુ કરાઇ છે : આ ઉપરાંત ખેતીવાડીના ૩ર૩ ફીડર ટ્રીપમાં હોવાનું અને ૬૦ ગામોમાં સીંગલ ફેઇઝ પણ લાઇટ નહિ હોવાનું જાહેર થયું છે : દરેક સ્‍થળે વીજ ટીમો દોડી ગઇ છે

(11:36 AM IST)