<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

1) ખંભાળિયા પાલિકાના વોર્ડ નંબર ૧માં મિશ્ર પરિણામ : ત્રણ બેઠકો પર ભાજપનો વિજય અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત : ​ભાજપના દક્ષાબેન વારીયા, મધુબેન નકુમ અને લખમણ જેઠાભાઈ વિજેતા જાહેર : અપક્ષ ઉમેદવાર ઉદય ગઢવીએ પણ બેઠક અંકે કરી પોતાનો દબદબો બતાવ્યો. 2) સલાયામાં આમ આદમી પાર્ટીનું જોરદાર પુનરાગમન : વોર્ડ નંબર ૩માં 'આપ'ના ઉમેદવાર વિજયી : ​ગુલમામદ અબ્દુલ કારાએ શાનદાર જીત મેળવી આમ આદમી પાર્ટીનું ખાતું ખોલાવ્યું. 3) ગ્રામીણ વિસ્તારોમાં 'આપ'ની પકડ મજબૂત બની : ભેનકવાડ અને ચોખંડા બંને બેઠકો પર જીત મેળવી આમ આદમી પાર્ટીએ વિરોધીઓને પછડાટ આપી

(10:09 AM IST)