તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
‘જના નાયગન’ના રિલીઝ સાથે સિનેમાઘરોમાં વિજયના ફેન્સનો ભારે ઉત્સાહ: તમિલનાડુથી મુંબઈ સુધી ઉજવણીનો માહોલ
અભિનેતા વિજયની રાજકારણમાં સક્રિય એન્ટ્રી પહેલાંની આ છેલ્લી ફિલ્મ હોવાનું માનવામાં આવતાં ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો

મુંબઈ, તા.૨૩: તમિલ સિનેમાના દક્ષિણ ભારતીય સુપરસ્ટાર થલપતિ વિજયની બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જના નાયગન' સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ દેશભરના થીયેટરોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. તમિલનાડુ, બેંગલુરુ, કોઈમ્બતુરથી લઈને મુંબઈ સુધીના સિનેમાઘરોમાં વિજયના ફેન્સ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વિજયે તાજેતરમાં જ પોતાની રાજકીય યાત્રા શરૂ કરી હોવાથી, આ ફિલ્મને ફિલ્મ કારકિર્દીમાં તેમની છેલ્લી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. તેના કારણે ચાહકોમાં આ ફિલ્મ પ્રત્યે એક અલગ જ ભાવનાત્મક લગાવ જોવા મળી રહ્યો છે. સિનેમાઘરોની બહાર મોડી રાતથી જ ચાહકો ઢોલ-નગારા, ફટાકડા, વિશાળ કટઆઉટ્સ અને બેનરો સાથે એકઠા થઈ ગયા હતા.
ઘણા સ્થળોએ ચાહકો દ્વારા વિજયના મોટા પોસ્ટરો અને કટઆઉટ્સ પર દૂધનો અભિષેક (દુગ્ધાભિષેક) કરવામાં આવ્યો હતો અને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. મુંબઈ અને ચેન્નાઈના મલ્ટિપ્લેક્સ તેમજ થીયેટરોમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો (FDFSS) માટે ભારે ભીડ જોવા મળી હતી અને મોટાભાગના શો હાઉસફુલ રહ્યા છે.
થીયેટરની અંદર પણ વિજયની એન્ટ્રી સીન દરમિયાન ચાહકો સિટિઓ, તાલીઓ અને ઉત્સાહપૂર્વક નારા લગાવીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ફેન્સના રિસ્પોન્સ, વીડિયો અને ઈમોશનલ પોસ્ટ્સ સતત વાયરલ થઈ રહી છે, જે થલપતિ વિજયની લોકપ્રિયતા અને ચાહકો સાથેના મજબૂત સંબંધને દર્શાવે છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
