News of Thursday, 23rd April 2026
વિજય વર્માની ‘મટકા કિંગ' ભારત અને યુએઈમાં નંબર ૧: ગ્લોબલ ટોપ ૧૦માં એન્ટ્રી
મજબૂત કહાની, શાનદાર અભિનય અને વૈશ્વિક સ્તરે મળતા પ્રતિસાદને કારણે ‘મટકા કિંગ' ટૂંક સમયમાં જ સૌથી ચર્ચિત ભારતીય ઓટીટી સિરીઝમાં સ્થાન બનાવી ચૂકી છે

મુંબઇ તા.૨૨: રોય કપૂર ફિલ્મ્સની સિરીઝ ‘મટકા કિંગ'માં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે, તે ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહી છે. આ સિરીઝ ૧૭ એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયા પછી માત્ર ચાર દિવસમાં જ ભારત અને યુએઈમાં નંબર ૧ સ્થાન મેળવી લીધું છે. આઠ એપિસોડની આ ક્રાઇમ ડ્રામાએ પ્રાઇમ વીડિયોમાં ગ્લોબલ ટોપ ૧૦માં ૮મું સ્થાન પણ મેળવ્યું છે અને હાલમાં વિશ્વભરમાં ટ્રેન્ડ થતી એકમાત્ર ભારતીય સિરીઝ બની છે.
નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી આ સિરીઝનું પ્રોડક્શન સિદ્ધાર્થ રોય કપૂરે કર્યું છે. સિરીઝે માત્ર ભારત અને યુએઈ જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, સિગાપોર અને યુકે જેવા દેશોમાં પણ ટોપ ૧૦માં સ્થાન મેળવીને તેની વૈશ્વિક લોકપ્રિયતા સાબિત કરી છે.
સિરીઝના કેન્દ્રમાં વિજય વર્મા દ્વારા ભજવાયેલું બ્રિજ ભટ્ટીનું પાત્ર છે, જે ૧૯૬૦ અને ૭૦ના દાયકાનાં મુંબઈમાં ચાલતા મટકા જુગારની જોખમી દુનિયામાં સંઘર્ષ કરે છે. શોની મજબૂત કહાની અને વાસ્તવિક રજૂઆત તેની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ સિરીઝને સારો પ્રતિસાદ મળ્યો છે. વિજય વર્મા સિવાય આ સિરીઝમાં સાઈ તામ્હણકર, કૃતિકા કામરા, સિદ્ધાર્થ જાધવ અને ગુલશન ગ્રોવર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. મજબૂત કહાની, શાનદાર અભિનય અને વૈશ્વિક સ્તરે મળતા પ્રતિસાદને કારણે ‘મટકા કિંગ' ટૂંક સમયમાં જ સૌથી ચર્ચિત ભારતીય ઓટીટી સિરીઝમાં સ્થાન બનાવી ચૂકી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
