તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
હાથમાં સિગારેટ અને દમદાર અંદાજ, રજનીકાંતની જેલર ૨માં વિદ્યા બાલનની એન્ટ્રીઃ ફર્સ્ટ લુકે મચાવી ખલબલી
એક્ટ્રેસ કાંતા નામનાં પાવરફૂલ રોલમાં જોવા મળશે

સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલર ૨ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સૂરજ વેંજારામૂડુ અને એસજે સૂર્યા પછી હવે મેકર્સે ફિલ્મથી વિદ્યા બાલનનો ફર્સ્ટ લુક શેર કરી દીધો છે. નિર્દેશક નેલ્સન દિલીપકુમારની આ ફિલ્મમાં એક્ટ્રેસ કાંતાની પાવરફૂલ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ જેલર ૨માં વિદ્યા બાલનની એન્ટ્રીથી ફેન્સ ખુશ થઈ ગયા છે.
મેકર્સે એક વિડીયો શેર કર્યો છે જેમાં વિદ્યા બાલને સાડી પહેરી છે અને સાથે સીડીઓમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. આ સાથે જ હાથમાં સિગારેટ છે, જેમાં વિદ્યા બાલન એકદમ હટકે અંદાજમાં જોવા મળી રહી છે. અનિરુદ્ધ રવિચંદરનાં ધમાકેદાર બીટ્સથી ભરપૂર બેકગ્રાઉન્ડ સ્કોરે આ સીનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ સીન પરથી તમે જોઈ શકો છો કે મોટા પડદા પર કાંતા બનીને વિદ્યા બાલન, રજનીકાંતની ભૂમિકાને મોટી ટક્કર આપી શકે છે.
ટીઝરમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસ એકદમ નવા લુકમાં જોવા મળી રહી છે. આ સાથે જ 'જેલર ૨'માં એસજે સૂર્યાની એન્ટ્રીએ પણ ફેન્સનું એક્સાઇટેમેન્ટ વધારી દીધું છે. ફિલ્મમાં બોઘી રસપ્રદ કિસ્સામાં જોવા મળશે. આ પહેલો મોકો એવો છે જે એસજે સૂર્યા મોટા પડદા પર રજનીકાંતની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
આમ, તમને જણાવી દઈએ કે રજનીકાંતની જેલર ૨ની કમાન નેલ્સન દિલીપકુમારનાં હાથમાં છે, જેમણે આ સીક્વલ લખી છે અને નિર્દેશિત કરી છે. આ વર્ષ ૨૦૦૩માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ની સીક્વલ છે, જેણે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરીને અનેક રેકોર્ડ તોડી દીધા હતા. પહેલાં પાર્ટમાં રજનીકાંતની સાથે રમ્યા કૃષ્ણન અને યોગી બાબૂ જેવા સિતારાઓએ તેમની આગવી અદાથી ફેન્સને ફિદા કરી દીધા હતા. રજનીકાંતની આ મૂવી ૧૫ ઓક્ટોબરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. નેલ્સન દિલીપકુમારનાં નિર્દેશનમાં બનેલી આ સીક્વલમાં રજનીકાંત અને રમ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ની સફળતા બાદ ફેન્સ આ મૂવીને લઈને સુપર એક્સાઇટેડ છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
