<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ઉર્વશી રૌતેલાએ સિદ્ધબલી બાબાને ૨૪ કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો

અભિનેત્રીની તસવીરો વાયરલ : તુર્કીમાં વિશેષ રૂપે તૈયાર કરાવેલા સોનાના હાર ઉપરાંત ભંડારાનું પણ આયોજન કર્યું

નવી દિલ્‍હી તા.૨૯: બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ઉત્તરાખંડના કોટદ્વારમાં આવેલા સિદ્ધબલી બાબા મંદિરમાં ૨૪ કેરેટ સોનાનો હાર અર્પણ કરીને કરીને પોતાની અતૂટ શ્રદ્ધા વ્‍યક્‍ત કરી હતી. તેણે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને ભંડારાનું આયોજન પણ કરાવ્‍યું હતું. આ મુલાકાત દ્વારા તેણે પરિવારની વર્ષો જૂની આસ્‍થાનું જતન કરવાની સાથે ઉત્તરાખંડ સાથેનો પોતાનો ભાવનાત્‍મક સંબંધ પણું ઉજાગર કર્યો.

સિદ્ધબલી બાબાનું મંદિર કોટદ્વાર અને આસપાસના વિસ્‍તારના લોકો માટે ઊંડી આસ્‍થાનું કેન્‍દ્ર છે. ઉર્વશીનો પરિવાર પણ લાંબા સમયથી આ મંદિર સાથે જોડાયેલો છે. ઉર્વશીએ જણાવ્‍યું કે પરિવારની ઈચ્‍છા હતી કે મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવે. મંગળવારે આ ઈચ્‍છા પૂર્ણ થતા પરિવારના સભ્‍યો, તેમના શાળાના શિક્ષકો અને અનેક પરિચિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગનું મુખ્‍ય આકર્ષણ સિદ્ધબલી બાબાને અર્પણ કરાયેલો ૨૪ કેરેટનો હાર રહ્યો હતો. ઉર્વશીએ આ હાર પોતાની પસંદગી અનુસાર તુર્કીમાં ખાસ તૈયાર કરાવ્‍યો હતો. ત્‍યાર પછી મંદિરમાં પહોંચીને તેણે હાર બાબાના ચરણોમાં અર્પણ કર્યો હતો. તેના માટે આ ભેટ માત્ર ટ્ટ સોનાનું આભૂષણ નહોતી, પણ આરાધ્‍ય પ્રત્‍યેને ભક્‍તિ અને પરિવારની પરંપરાનું પ્રતીક પણ હતી.

બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ઉર્વશીએ આ મુલાકાત દરમ્‍યાન પોતાના વતન અને સંસ્‍કૃતિ પ્રત્‍યેનો લગાવ દર્શાવ્‍યો હતો.

(10:03 AM IST)