<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જેનિફર વિંગેટના 'ફેરી ટેલ' લગ્નની અદ્રશ્ય તસવીરો વાયરલ: પતિ વિલિયમ સાથે શેર કરી રોમેન્ટિક ક્ષણો, પિતાને ભેટીને ભાવુક થતાં ચાહકોના દિલ પીગળ્યા!

૧૮ જુલાઈએ લગ્ન કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 'વ્હાઈટ વેડિંગ'ની અંદરની ઝલક: ટીવી અને બોલિવૂડ જગતના સિતારાઓએ પાઠવ્યા અભિનંદન

મુંબઈ : ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રી જેનિફર વિંગેટે (Jennifer Winget) પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપતાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ૧૮ જુલાઈએ પોતાના લગ્નની અધિકૃત જાહેરાત કર્યા બાદ હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની 'ફેરી ટેલ વેડિંગ' (Fairy Tale Wedding) ની અદ્રશ્ય તસવીરો શેર કરી છે, જેણે નેટીઝન્સ અને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

જેનિફરે તેના વિદેશી પતિ વિલિયમ ઈશ્માઈલ (William Ismail) સાથેની એકસક્લુઝિવ તસવીરો શેર કરી છે, જેમાં બંને પ્રેમના રંગમાં રંગાયેલા જોવા મળે છે.

"ઘર એ કોઈ જગ્યા નથી, તું છે" - ભાવુક કેપ્શન લખ્યું

પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વ્હાઈટ વેડિંગની અંદરની ઝલક શેર કરતા જેનિફરે તેના પતિ વિલિયમ માટે એક અત્યંત સુંદર નોટ લખી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "ઘર ક્યારેય કોઈ જગ્યા નથી હોતી, એ હંમેશા તું હોય છે."

આ તસવીરોમાં જેનિફર અને વિલિયમ સાથે મળીને કેક કાપતા, રોમેન્ટિક કિસ કરતા અને પોતાના ખાસ દિવસની ઉજવણી કરતા નજરે પડે છે.

પિતા સાથેની તસવીરે ફેન્સના દિલ જીત્યા

શેર કરેલી તસવીરો પૈકી ચોથી તસવીરે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાં જેનિફર તેના પિતાને વળગીને ઉભેલી જોવા મળે છે અને તેના પિતા અત્યંત ભાવુક થઈ ગયેલા દેખાય છે. બાપ-દીકરીની આ ભાવનાત્મક ક્ષણ જોઈને ફેન્સના દિલ પણ દ્રવી ઉઠ્યા હતા.

મનોરંજન જગતમાંથી મળ્યા શુભકામનાઓના ધોધ

જેનિફરની આ પોસ્ટ આવતાની સાથે જ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના તારલાઓએ કોમેન્ટ સેક્શનમાં શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. દ્રષ્ટિ ધામી, દલજીત કૌર, રીમ શેખ અને અનૂષા દાંડેકર સહિતના કલાકારોએ આ નવદંપતીને તેમની નવી જિંદગીની શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા.

(8:10 PM IST)