તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ટીવી એક્ટ્રેસ રેહના પંડિતનો ૧૦ વર્ષ નાના ઝીશાન ખાન સાથેના બ્રેકઅપ પર સનસનાટીભર્યો વિસ્ફોટ: 'સંબંધે મને માનસિક આઘાત આપ્યો, ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું પણ સૂચન કરાયું હતું!'
કુમકુમ ભાગ્ય શોથી શરૂ થયેલી લવ સ્ટોરીનો કરુણ અંત; રેહનાએ કહ્યું- 'દિલથી પ્રેમ કરતી હોવાથી ચેતવણીના સંકેતો અવગણ્યા, મારી ધાર્મિક માન્યતાઓ પર ઉઠાવાયા હતા સવાલો'

મુંબઈ : ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રેહના પંડિતે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને એક્ટર ઝીશાન ખાન સાથેના વિવાદિત સંબંધો અને બ્રેકઅપ અંગે કરેલા ખુલાસાઓએ ગ્લેમર વર્લ્ડમાં ભારે સળવળાટ મચાવી દીધો છે. લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય'ના સેટ પરથી શરૂ થયેલી આ લવ સ્ટોરી ૨૦૨૧ થી મે ૨૦૨૩ સુધી ચાલી હતી. વચ્ચે સમાધાનની વાતો વહેતી થયા બાદ હવે આ સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં રેહનાએ ઝીશાન સાથેના સંબંધો દરમિયાન સહન કરેલા ભાવનાત્મક આઘાત અને કડવા અનુભવો વિશે ખુલ્લેઆમ ભડાશ કાઢી છે.
૧૦ વર્ષનું એજ ગેપ અને સુસંગતતાનો અભાવ:
પ્રસિદ્ધ હોસ્ટ સિદ્ધાર્થ કન્નનના પોડકાસ્ટમાં વાત કરતાં રેહનાએ ખુલાસો કર્યો હતો કે તેમના સંબંધોમાં ૧૦ વર્ષનો ઉંમરનો તફાવત હતો, જેમાં તે ઝીશાન કરતાં મોટી હતી. રેહનાએ જણાવ્યું કે, "આપણે પ્રેમ કે કેમિસ્ટ્રીને સુસંગતતા (Compatibility) માનવાની ભૂલ ન કરવી જોઈએ. આ સંબંધમાં ઈમોશનલ મેચ્યોરિટીનો સંપૂર્ણ અભાવ હતો. એક સમય પછી મને લાગ્યું કે આ સંબંધમાં મારી પાસે આપવા માટે હવે કશું જ બચ્યું નથી."
ધર્મ પરિવર્તનનું દબાણ અને આકરા પ્રહારો:
સૌથી ચોંકાવનારો ખુલાસો કરતાં રેહનાએ જણાવ્યું હતું કે, સંબંધ દરમિયાન તેની ધાર્મિક આસ્થા પર સતત સવાલો ઉઠાવવામાં આવતા હતા. તેને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન (ધર્મ પરિવર્તન) કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમની વચ્ચે મોટી તિરાડ પડી ગઈ હતી. રેહનાના મુજબ, આ વિચાર કદાચ ઝીશાનનો પોતાનો નહીં પરંતુ તેના પારિવારિક કે બહારના વાતાવરણનો હોઈ શકે છે.
'સંબંધે મને ભારે માનસિક આઘાત આપ્યો':
રેહનાએ ઉમેર્યું કે ઝીશાન સાથે રહેવા માટે તેણે પોતાનું સર્વસ્વ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગમે તે કરે તો પણ ક્યારેય પૂરતું લાગતું નહોતું. જ્યારે તેણે ઝીશાનને રિયાલિટી શોમાં જોયો ત્યારે જ તેને ખતરાની ઘંટડી વાગી ગઈ હતી, પરંતુ પ્રેમમાં અંધ હોવાને કારણે તેણે એ સંકેતો અવગણ્યા હતા. અંતે આ રિલેશનશિપે તેને ઊંડો માનસિક આઘાત આપ્યો છે. આ ગંભીર આરોપો અંગે ઝીશાન ખાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
