News of Thursday, 30th July 2026
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ
૪ મિનિટમાં છવાઇ ગયા રણબીર કપૂર અને યશ, રામાયણ'ના ટ્રેલર જોઇ રુવાટાં ઉભા થઇ જશે

મુંબઈ,તા.૩૦: આતુરતાનો આવ્યો અંત! રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન ૪ મિનિટ ૯ સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.
આતુરતાનો આવ્યો અંત! રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન ૪ મિનિટ ૯ સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.
રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. હા, મેકર્સે શુભ 'બ્રહ્મ મુહૂર્ત' દરમિયાન ૪ મિનિટ ૯ સેકન્ડનું આ ટ્રેલર રજૂ કર્યું. શ્રી રામના રૂપમાં રણબીર કપૂરને જોવા એ ખરેખર આનંદદાયક હતું. જોકે, રાવણની ભૂમિકા ભજવનાર યશ સમગ્ર ટ્રેલર પર છવાયેલા જોવા મળે છે.
રણબીર કપૂર અને યશની અપકમિગ ફિલ્મ રામાયણની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે દિવાળી પર આવશે. નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાએ બ્રહ્મ મુહૂર્તમાં ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. કારણ કે, આ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ૪ મિનિટ અને ૯ સેકન્ડના ટ્રેલર જોઈ ચાહકો ભક્તિમાં ડુબ્યા હતા. માત્ર શ્રી રામ બનેલા રણબીર કપૂર જ નહિ પરંતુ રાવણની પણ એક ઝલક જોઈ ચાહકો ખુશ થયા છે. આ પાત્ર યશ નિભાવી રહ્યો છે. જે રાવણના લુકમાં શાનદાર લાગી રહ્યો છે. તેના એકસ્પ્રેશન શાનદાર હતા.આ સાથે માતા સીતા બનેલી સાંઈ પલ્લવી અને લક્ષ્મણ બનેલા રવિ દુબેનો લુક પણ સામે આવી ચૂક્યો છે.
રણબીર કપૂરની ફિલ્મ રામાયણનો પહેલો પાર્ટ દિવાળી પર રિલીઝ થશે. જેની જોરદાર તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર બનાવવામાં આવી છે. આખા ફિલ્મનું બજેટ ૪૦૦૦ કરોડ રુપિયા છે. જે ખુદ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કન્ફોર્મ કર્યું છે. રામા. ટ્રેલર શાનદાર છે. કેટલાક સીનમાં રાક્ષસને જોઈ લોકો ચોંકી ગયા. ૪ મિનિટના ટ્રેલરમાં કેટલીક વસ્તુઓ એી હતી. જેને જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
