તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'નું ટ્રેલર આઉટ: 'આદિપુરુષ' કરતાં સારું પણ ટીવી સીરિયલ જેવો ફિલ; માતા સીતા બનેલી અંજલિ અરોરા ટ્રોલર્સ પર ભડકી
૨૫ સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર સિદ્ધાર્થ મલ્હોત્રાની 'ધ વાન' અને ૪ મિનિટના વધારાના ફૂટેજ સાથે રિ-રિલીઝ થઈ રહેલી હોલીવુડ બ્લોકબસ્ટર 'એવેન્જર્સ: એન્ડગેમ' સામે થશે મહાટક્કર

મુંબઈ, તા.૧૭: મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દેવ શર્મા, રજનીશ દુગ્ગલ અને 'કચ્ચા બદામ' ફેમ ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરા અભિનીત આ ફિલ્મ તેના કાસ્ટિંગને લઈને પ્રથમ દિવસથી જ ચર્ચામાં રહી છે. ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક યુઝર્સે તેને 'આદિપુરુષ' કરતાં ઉત્તમ ગણાવી છે, તો વળી કેટલાકે VFX અને સંવાદોને કારણે તેને કોઈ મોટા પડદાની ફિલ્મ જગ્યાએ ટીવી સીરિયલ જેવી ગણાવીને ટ્રોલ પણ કરી છે.
ટ્રેલર લોન્ચ દરમિયાન માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી અંજલિ અરોરાએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા ઉગ્ર ટ્રોલિંગ અંગે મૌન તોડ્યું હતું. અંજલિએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "લોકો હજુ પણ મારા જૂના ડાન્સ વીડિયોને પકડીને બેઠા છે તે મને સમજાતું નથી. ડાન્સ કરવો એ મારો શોખ છે અને દરેક કલાકાર ડાન્સ કરે છે. લોકો મને પૂછે છે કે ડાન્સ કરનારી છોકરી સીતા માતાનો રોલ કેમ કરી શકે? પણ મને મારા ભૂતકાળ પર કોઈ શરમ નથી." તેણે ઉમેર્યું કે રીલ્સ બનાવવી એ તેનું આખું આયુષ્ય કે ઓળખ નથી અને તેણે ફિલ્મના પાત્ર માટે સખત મહેનત કરી છે.
આગામી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' માટે બોક્સ ઓફિસ પરનો રસ્તો સરળ નથી. આ ફિલ્મની સીધી ટક્કર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા અભિનીત 'ધ વાન' (The Vvaan) સાથે થશે. આ સિવાય, તે જ દિવસે હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'એવેન્જર્સ: એન્ડગેમ' પણ ૪ મિનિટના નવા વધારાના સીન સાથે થિયેટરોમાં રિ-રિલીઝ થઈ રહી છે, જે આગામી 'એવેન્જર્સ: ડૂમ્સડે' માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરશે. તેથી, આ સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો ત્રિશંકુ જંગ જોવા મળશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
