તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
રિલીઝ પહેલાં જ ટોક્સિક'નો દબદબોઃ એડવાન્સ બુકિંગમાં કરી છપ્પરફાડ કમાણી
૮ કલાકમાં ૯૧ હજારથી વધારે ટિકિટ વેચાઈઃ ધુરંધર ૨ પછી ૨૦૨૬ ની બીજી સૌથી મોટી ફિલ્મ બની શકે છે

યશ સ્ટારર ફિલ્મ ટોક્સિક તેની રિલીઝને લઈને ચર્ચામાં છે. ટોક્સિકનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. મૂવીએ પહેલા દિવસે જ સારી શરૂઆત કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિગ શરૂ થતાંની સાથે જ લોકો ધડાધડ ટિકિટ્સ ખરીદી રહ્યાં છે, જેની સીધી અસર બોક્સ ઓફિસ પર જોવા મળી રહી છે.
ટોક્સિકનું એડવાન્સ બુકિંગ શુક્રવારનાં રોજ સવારે ૮ વાગે શરૂ થઈ ગયું છે. ફિલ્મે સાંજનાં ૫ વાગ્યા સુધીમાં બમ્પર કમાણી કરી છે. સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ફિલ્મે ૮-૯ કલાકમાં જ ૯૧ હજારથી વધારે ટિકિટ વેચી દીધી છે. અત્યાર સુધીમાં ૯૧૩૦૧ ટિકિટ વેચાઈ ગઈ છે અને ફિલ્મને અત્યાર સુધીમાં ૫૩૬૦ શો મળ્યાં છે.
આમ, જો ટોક્સિકનાં એડવાન્સ બુકિગની વાત કરવામાં આવે તો સૈકનિલ્ક અનુસાર ફિલ્મે ૪.૩૬ કરોડનો બિઝનેસ સાંજનાં ૫ વાગ્યા સુધીમાં કરી લીધો છે. આ સાથે બ્લોક સીટ સાથે આ આંકડો ૯.૪૭ કરોડ થઈ ગયો છે. આમ, વાત કરવામાં આવે તો ફિલ્મ એડવાન્સ બુકિગમાં છપ્પરફાડ કમાણી કરી રહી છે. લોકો આ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે.
બોલિવૂડ હંગામાનાં રિપોર્ટ અનુસાર ટોક્સિક પ્રી રિલીઝનાં મામલે અનેક ફિલ્મોનાં રેકોર્ડ તોડી શકે છે. આ ધુરંધર ૨ પછી ૨૦૨૬ ની બીજી સૌથી મોટી ફિલ્મ બની શકે છે. 'ટોક્સિક'માં યશનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટોક્સિકમાં યશ ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું હતુ. ૮ ઓગસ્ટના રોજ આ ટ્રેલર રિલીઝ થયું હતુ. જો કે તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે માત્ર ૧૪ કલાકમાં 'ટોક્સિક'ના ટ્રેલરને ૧૪ મિલિયન વ્યૂઝ મળી ગયા હતા. આમ, તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર યશની ટોક્સિક પહેલાં ધુરંધર ફિલ્મ સાથે ક્લેશ થવાની હતી, પરંતુ પછી રિલીઝ ડેટ બદલવામાં આવી હતી. આમ, હવે ફાઇનલી મેકર્સે નવી તારીખનું એલાન કરીને ફેન્સને ખુશ કરી દીધા છે.(૩૮.૨૬)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
