તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
‘ટોક્સિક’ની નિષ્ફળતાથી સુપરસ્ટાર યશ દુઃખી? ૫૦૦ કરોડના બજેટની ફિલ્મ ફ્લોપ ગયા બાદ ફોન પર કહી આ મોટી વાત!
દસ દિનમાં ૩ લાખ પાયરસી લિંક્સ અને નેગેટિવ રિવ્યુને કારણે બોક્સ ઓફિસ પર ધબડકો; ભારે નિરાશા વચ્ચે સાઉથના સુપરસ્ટારના હિંમતભર્યા શબ્દો - ‘વધુ ચિંતા ન કરો, દર્શકોનો નિર્ણય શિરોમાન્ય’

મુંબઈ, તા. ૦૯: રિલીઝ ડેટમાં ત્રણ-ત્રણ વાર બદલાવ અને અબજોના બજેટ સાથે અતિ હાઈપ ઊભી કરનાર સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવવામાં નિષ્ફળ રહી છે. રૂ. ૫૦૦ કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મને નેગેટિવ રિવ્યુ અને પાયરસીનો મોટો ફટકો પડ્યો છે. સામાન્ય બજેટમાં બનેલી 'હનુમાન અંશે' કમાણી મામલે 'ટોક્સિક'ને પછાડી દીધી છે. આ અણધારી અસફળતા બાદ હવે 'KGF' ફેમ સુપરસ્ટાર યશનું મોટું અને હિંમતભર્યું રિયાક્શન સામે આવ્યું છે.
૪ વર્ષની મહેનત પાણીમાં ગઈ, પણ યશે બતાવ્યું મોટું મન:
ફિલ્મના ડબિંગ સુપરવાઈઝર જયદેવ મોહને ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ માટે યશે પોતાની જિંદગીના ચાર કિંમતી વર્ષ આપ્યા હતા. ફિલ્મ રિલીઝ થયા બાદ ભારે નુકસાન અને નેગેટિવ પ્રતિસાદથી આખી ટીમ ઈમોશનલ થઈ ગઈ હતી. પરંતુ યશે પોતે ફોન કરીને જયદેવ સાથે વાત કરી હતી અને અત્યંત શાંતિથી કહ્યું હતું કે, "વધુ પડતી ચિંતા ન કરો, આ બધું દર્શકો પર છોડી દો. આ એમની ઈચ્છા અને મરજી છે. આપણે હવે આગળના કામ પર ધ્યાન આપવાનું છે."
૧૦૧ કરોડની ઓપનિંગ છતાં ફ્લોપ, ૩ લાખ પાયરસી લિંક ડિલીટ કરાઈ:
દિગ્દર્શક ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત અને યશ દ્વારા પોતે લખાયેલી સ્ક્રિપ્ટ ધરાવતી આ ફિલ્મે પ્રથમ દિવસે રૂ. ૧૦૧.૦૧ કરોડની દમદાર ઓપનિંગ મેળવી હતી, પરંતુ બીજા જ દિવસથી તેનો ગ્રાફ ગગડી ગયો હતો. જયદેવે જણાવ્યું કે રિલીઝના બાદ ૩ લાખથી વધુ પાયરસી લિંક્સ દૂર કરવામાં આવી હતી. કન્નડ અને અંગ્રેજીમાં શૂટ થયેલી આ ફિલ્મ ૧૪ દિવસમાં ભારતમાં રૂ. ૨૪૭.૨૫ કરોડ (નેટ) અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂ. ૩૩૮.૫૦ કરોડ જ એકઠા કરી શકી છે, જે ૫૦૦ કરોડના બજેટ સામે ઘણું ઓછું છે.
યશનું સ્ટારડમ ક્યારેય ઓછું નહીં થાય:
જયદેવ મોહને ઉમેર્યું હતું કે એક ફ્લોપ ફિલ્મથી યશ જેવા માસ સુપરસ્ટારના સ્ટારડમને હરાવવું અશક્ય છે. તેમની પાસે મજબૂત ડિફેન્સ મેકેનિઝમ અને આગામી પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ તૈયાર છે. કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરૈશી, તારા સુતરિયા અને રુકમણી વસંત જેવી મલ્ટીસ્ટારર કાસ્ટ ધરાવતી આ ફિલ્મ બાદ હવે યશ પોતાના આગામી પ્રોજેક્ટથી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર થઈ રહ્યા છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
