તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
તાન્યા મિશ્રાની કાતિલ આંખોના દીવાના થયા સોશિયલ મીડિયા યુઝર્સ: ઇન્ટરનેટ પર વાયરલ ગ્લેમરસ લૂક્સ જોઈ લોકોએ પૂછ્યું- 'શું આવી ગઈ દેશની નવી નેશનલ ક્રશ?'
બિહારના ગયાથી નિકળીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર તાન્યા મિશ્રાની તસવીરો છવાઈ: જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો સાથે કરી ચૂકી છે કામ

મુંબઈ : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર કોઈને કોઈ નવો ચહેરો રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની જતો હોય છે. મહાકુંભ દરમિયાન સ્થાનિક યુવતી મોનાલીસા બાદ હવે વધુ એક સુંદર ચહેરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ નવો ચહેરો છે મોડેલ અને અભિનેત્રી તાન્યા મિશ્રાનો. તાન્યાની અત્યંત ગ્લેમરસ અને ફેશનેબલ તસવીરોએ નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. ભારે મેકઅપ વગર પણ તેનો આકર્ષક અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈન્ટરનેટ પર તેને દેશની નવી 'નેશનલ ક્રશ' તરીકે પણ ઓળખવામાં આવી રહી છે.
ખાસ કરીને તાન્યાની એક્સપ્રેસિવ આંખોની થઈ રહી છે જોરદાર ચર્ચા
તાન્યા મિશ્રાની વાયરલ થઈ રહેલી તસવીરોમાં યુઝર્સ સૌથી વધુ તેની આંખોના વખાણ કરી રહ્યા છે. તેની આંખો એટલી એક્સપ્રેસિવ છે કે ક્યારેક નાનકડી સ્માઈલ તો ક્યારેક તીક્ષ્ણ નજરથી તે પૂરા પોઝનો લૂક બદલી નાખે છે. ચાહે ટ્રેડિશનલ આઉટફિટ હોય કે વેસ્ટર્ન લૂક, તાન્યા દરેક સ્ટાઈલમાં અદભુત લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના વેસ્ટર્ન અંદાજ પર ફિદા થઈ ગયા છે અને તેની તસવીરો પર પ્રશંસાત્મક કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
એમબીએની ડિગ્રીથી લઈને બોલીવૂડ અને ૧.૨ મિલિયન ફોલોઅર્સ સુધીની સફળ સફર
બિહારના ગયા શહેરની વતની તાન્યા મિશ્રા ગ્લેમર વર્લ્ડ માટે નવું નામ નથી. મગધ યુનિવર્સિટીમાંથી એમબીએ (MBA) ની ડિગ્રી મેળવ્યા બાદ તેણે મોડેલિંગ ક્ષેત્રે કદમ મૂક્યો હતો. તેણે અનેક ફેશન શો, રેમ્પ વોક અને પ્રખ્યાત ડિઝાઈનરો માટે ફોટોશૂટ કર્યા છે. અભિનય ક્ષેત્રે પણ તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે, જેમાં તે 'ગઝનવી' અને 'ચેસ' જેવી ફિલ્મો તેમજ 'ઉડ ચિડિયા' વેબ સિરીઝમાં જોવા મળી હતી. તેણે જેકી શ્રોફ, સિકંદર ખેર અને ભૂમિકા ચાવલા જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ૧.૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી તાન્યા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
