તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
બીજા લગ્નના ચાર જ મહિનામાં ગાયક બાદશાહના જીવનમાં ભારે તોફાન
પત્ની ઈશા રિખીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભય અને મૌન વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા

જાણીતા રેપર અને ગાયક બાદશાહ અને તેમની બીજી પત્ની ઈશા રિખીના લગ્નજીવનમાં ભંગાણ પડ્યાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. લગ્નના માત્ર ચાર મહિના પછી ઈશાએ ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. પોતાની આ પોસ્ટમાં ઈશાએ પોતાના દર્દને વાચા આપતા જણાવ્યું છે કે પતિ બાદશાહના પ્રભાવ, તાકાત અને સંસાધનોના ડરથી પોતે અત્યાર સુધી મૌન રહી હતી. ઈશાએ સ્પષ્ટ કર્યું કે તેનું મૌન સ્વીકૃતિ નહીં પરંતુ માત્ર બચાવ માટે હતું. લાંબા સમય સુધી ભયના ઓથાર હેઠળ જીવ્યા બાદ હવે તેણે ડરની જગ્યાએ હિંમત પસંદ કરી છે. જોકે ઈશાએ હજુ સુધી પૂરી કહાની જણાવી નથી પરંતુ તે હવે બધુ બરાબર હોવાનું નાટક બંધ કરવા જઈ રહી છે. આ પોસ્ટ પછી ચાહકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
