<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

રિતેશ અને જેનેલિયાનો મોટો ખુલાસો: બાળકોને ફિલ્મો અને એડથી રાખવા માગતા હતા દૂર, તો પછી કેવી રીતે બની ગયા ફિલ્મ 'રાજા શિવાજી'નો હિસ્સો?

નાની ઉંમરે ગ્લેમર વર્લ્ડથી બાળકોને આસોલેટ રાખવા માગતી હતી આ બોલિવૂડ જોડી; જાણો સેટ પર બનેલી એ અનોખી ઘટના, જેણે માતા-પિતા તરીકે બંનેનો નિર્ણય બદલી નાખ્યો!

મુંબઈ : બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સાદગીપસંદ જોડીઓમાં ગણના પામતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા હાલ પોતાની સુપરહિટ મરાઠી-હિન્દી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. હાલમાં જ છત્રપતિ શિવાજી મહારાજના મહાન જીવન પર આધારિત તેમની ફિલ્મ 'રાજા શિવાજી'એ બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતા મેળવ્યા બાદ હવે તે ટીવી પ્રીમિયર માટે તૈયાર છે. જોકે, આ ફિલ્મમાં રિતેશ અને જેનેલિયાના બંને દીકરાઓએ પણ અભિનય કર્યો છે, જે બાબતે ફેન્સમાં ભારે કૌતુક જોવા મળી રહ્યું છે, કારણ કે આ દંપતી પોતાના બાળકોને ગ્લેમરની દુનિયાથી દૂર રાખવા માટે જાણીતું છે.

 

મોટી બ્રાન્ડ્સની એડ અને ફિલ્મોની ઓફર્સ ફગાવી હતી:

 

એક ખાસ વાતચીત દરમિયાન રિતેશે ખુલાસો કર્યો હતો કે તેઓ માતા-પિતા તરીકે ક્યારેય નહોતા ઇચ્છતા કે તેમના બાળકો આટલી નાની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જાહેરાતોમાં કામ કરે. તેમણે જણાવ્યું કે, "અત્યાર સુધી ઘણી મોટી બ્રાન્ડ્સ તરફથી બંને બાળકો સાથે જાહેરાત કરવાની ઓફર્સ આવી હતી, પરંતુ અમે હંમેશાં તેને ટાળી હતી. અમારો સ્પષ્ટ નિર્ણય હતો કે બાળકોને નાનપણથી આ બધી ચકાચૌંધથી દૂર જ રાખવા છે."

 

ચીફ એડીના એક સૂચને બદલી નાખ્યો આખો પ્લાન:

 

તો પછી આખરે બંને બાળકો ફિલ્મનો હિસ્સો કેવી રીતે બન્યા? તે અંગે રસપ્રદ કિસ્સો શેર કરતા રિતેશે જણાવ્યું કે, આ નિર્ણય તેમનો પોતાનો નહોતો પણ ફિલ્મના સેટ પર હાજર ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટર (AD) નો હતો. ફિલ્મમાં બાળ શિવાજીના પાત્ર માટે સેંકડો બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતા, પરંતુ ટીમને યોગ્ય ચહેરો મળતો નહોતો. દરમિયાન ચીફ એડીએ રિતેશના બાળકોની તસવીરો પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી કોસ્ટ્યૂમ મેચ કરીને દીવાલ પર લગાવ્યા હતા.

 

AI લુક જોઈને માતા-પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા:

 

શરૂઆતમાં રિતેશ અને જેનેલિયાને આ વિચાર થોડો અજુગતો લાગ્યો હતો, પરંતુ જ્યારે ટીમના કહેવાથી તેમણે AI લુકમાં પોતાના બાળકોના ફોટોગ્રાફ્સ જોયા, ત્યારે તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકો પર એ લુક એટલો કુદરતી અને ભવ્ય લાગતો હતો કે રિતેશ અને જેનેલિયા ના પાડી શક્યા નહીં. આ ભાવાત્મક જોડાણ અને ખાસ ક્ષણને કારણે અંતે રિતેશના દીકરાઓને ફિલ્મ 'રાજા શિવાજી'માં વીર શિવાજી મહારાજના બાળપણનું પાત્ર ભજવવાની સુવર્ણ તક મળી હતી.

 

(7:04 PM IST)