તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
રણજીત ઇનરવેરે લોન્ચ કર્યું ‘જનહિતમાં રણજીત' કેમ્પેઈનઃ આયુષ્માન ખુરાના બન્યા બ્રાન્ડ ફેસ
સંપૂર્ણ ઇનરવેર બ્રાન્ડ તરીકે નવી ઓળખ બનાવવાનો પ્રયાસ

રાજકોટઃ ભારતના જાણીતા ઇનરવેર બ્રાન્ડસમાં સ્થાન ધરાવતા રણજીત ઇનરવેરે બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ને સાથે રાખીને પોતાનું નવું કેમ્પેઈન ‘જનહિતમાં રણજીત' લોન્ચ કર્યું છે. પાંચ દાયકાથી વધુની વારસાગત ઓળખ ધરાવતા આ બ્રાન્ડનો હેતુ હવે માત્ર બનિયાન બ્રાન્ડ તરીકેની છબીથી આગળ વધીને સંપૂર્ણ ઇનરવેર બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવવાનો છે. આ કેમ્પેઈન ઝીરો ગ્રેવીટી કોમ્યુનિકેશન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અભિયાનમાં એ સામાન્ય માન્યતાને કેન્દ્રમાં રાખવામાં આવી છે કે લોકો રણજીતને મુખ્યત્વે બનિયાન બ્રાન્ડ તરીકે ઓળખે છે, જ્યારે કંપની બ્રીફ્સ, ટ્રેક્સ અને અન્ય ઇનરવેર પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પણ આપે છે.
‘જનહિતમાં જારી' જેવા લોકપ્રિય જનજાગળતિ સંદેશાઓની શૈલીથી પ્રેરિત આ કેમ્પેઈન હાસ્ય, સરળતા અને રોજિંદી જીવનની વાતો દ્વારા બ્રાન્ડની વ્યાપક ઓળખ રજૂ કરે છે. ભારતીય સંસ્કળતિ અને સામાન્ય જીવન સાથે જોડાયેલા -સંગો દ્વારા રણજીતને ‘ટોપ-ટુ-બોટમ' ઇનરવેર બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે રોજિંદા ભારતીય પુરુષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
રણજીત ઇનરવેરના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું કે, ‘જનહિતમાં રણજીત' કેમ્પેઈનનો હેતુ ગ્રાહકોમાં કંપનીના વર્તમાન અને વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયો અંગે જાગળતિ વધારવાનો છે, સાથે જ બ્રાન્ડ સાથે જોડાયેલા વિશ્વાસ અને વારસાને પણ જાળવી રાખવાનો છે.
બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે, ‘‘હું વર્ષ ૨૦૧૯થી રણજીત સાથે જોડાયેલો છું અને આ સંબંધ માત્ર વ્યાવસાયિક નથી, પરંતુ ગર્વની લાગણી સાથે જોડાયેલો છે. રણજીત ૫૦ વર્ષ જૂની વિશ્વસનીય બ્રાન્ડ છે અને એવો વિશ્વાસ એક દિવસમાં ઉભો થતો નથી. ‘જનહિતમાં રણજીત' કેમ્પેઈનની સૌથી ખાસ વાત એ છે કે હવે અમે લોકો સુધી બ્રાન્ડની સંપૂર્ણ કહાની પહોંચાડી રહ્યા છીએ. લોકો રણજીતને બનિયાનથી ઓળખે છે, પરંતુ આ બ્રાન્ડ માત્ર એટલું જ નથી.''
જ્યારે ઝીરો ગ્રેવિટી કમ્યુનિકેશન્સની ફાઉન્ડર અને ડિરેક્ટર ખુશ્બુ શર્માએ જણાવ્યું હતું કે, કંપનીનો હેતુ બ્રાન્ડ પર પેઢીઓથી રહેલા વિશ્વાસને જાળવી રાખતા તેની ઓળખને વધુ વ્યાપક બનાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ‘‘રણજીત એવા થોડા બ્રાન્ડ્સમાંની એક બ્રાન્ડ છે, જેને ગ્રાહકોનો સાચો લાગણીસભર પ્રેમ મળ્યો છે. જોકે, આ ઓળખ લાંબા સમય સુધી એક જ પ્રોડક્ટ કેટેગરી સુધી મર્યાદિત રહી હતી. અમે આ વાતચીતને ભારતીય સંસ્કૃતિ અને ગ્રાહકોને લાગણીઓ સાથે જોડીને નવા અંદાજમાં આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.''
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
