તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
બોલિવૂડમાં ફરી વાગશે રાજકુમાર રાવનો ડંકો: દેશના સૌથી ચર્ચિત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક ‘પ્રહાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, એક્ટિંગ જોઈ નેટીઝન્સ બોલ્યા– “આને તો નેશનલ એવોર્ડ મળવો જ જોઈએ!”
૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના કસાબ ટ્રાયલ પર આધારિત હશે ફિલ્મની વાર્તા; દિનેશ વિજન અને મેડોક ફિલ્મ્સની વધુ એક માસ્ટરપીસ, ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ થિયેટરોમાં મચાવશે ધૂમ

મુંબઈ : બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ અને નેચરલ એક્ટર્સમાંના એક ગણાતા રાજકુમાર રાવ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. પ્રખ્યાત પ્રોડ્યુસર દિનેશ વિજન અને મેડોક ફિલ્મ્સ (Maddock Films) દ્વારા ગુરૂવારે વિધિવત રીતે રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'પ્રહાર– ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી' (Prahaar - The Ujjwal Nikam Story) નું શાનદાર અને રસપ્રદ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે અને રાજકુમાર રાવના અભિનયના ચોતરફ વખાણ થઈ રહ્યા છે.
કસાબનો કેસ અને કોર્ટરૂમનું હાઈ-વોલ્ટેજ ડ્રામા
આ ફિલ્મ ભારતના સૌથી લોકપ્રિય અને નીડર સરકારી વકીલોમાંના એક એવા ઉજ્જવલ નિકમના જીવન અને તેમની શાનદાર કારકિર્દીથી પ્રેરિત છે. ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મનો મુખ્ય કેન્દ્રબિંદુ ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ પકડાયેલા જીવતા આતંકી અજમલ કસાબ પર ચલાવવામાં આવેલો ઐતિહાસિક મુકદ્દમો (Trial) છે. કોર્ટરૂમની એ હાઈ-સ્ટેક લડાઈ, જેણે આખા દેશને ઝકઝોરી દીધો હતો, તે આ ફિલ્મનો મુખ્ય ભાવનાત્મક અને નાટકીય હિસ્સો છે.
રાજકુમાર રાવનું અદભુત ટ્રાન્સફોર્મેશન અને મરાઠી ડાયલોગ્સ
પોતાના પાત્રોમાં જીવ રેડી દેવા માટે જાણીતા રાજકુમાર રાવે આ રોલ માટે અદભુત શારીરિક અને માનસિક પરિવર્તન કર્યું છે. લુક અને બોડી લેંગ્વેજથી લઈને મરાઠી ભાષા અને લહેકા પરના તેમના કમાન્ડને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટીઝર દમદાર સંવાદો અને હૃદયના ધબકારા વધારી દેતી કોર્ટરૂમ ક્ષણોથી ભરપૂર છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ક્રેઝી, નેશનલ એવોર્ડની ભવિષ્યવાણી
ટીઝર રિલીઝ થતાં જ નેટીઝન્સ અને સિનેમાપ્રેમીઓ ખુશ થઈ ગયા છે. ચાહકો કહી રહ્યા છે કે લાંબા સમય બાદ રાજકુમાર રાવ તેમની જૂની સુપરહિટ ફિલ્મો 'શાહિદ' અને 'સિટીલાઇટ્સ' વાળા પાવરફુલ અવતારમાં પાછા ફર્યા છે. ટ્વિટર (X) પર લોકો 'પીક સિનેમા', 'ગૂઝબમ્પ્સ' અને 'રાજકુમાર રાવ ફોર નેશનલ એવોર્ડ' જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "પ્રહાર આપણને ન્યાય માટે લડાયેલી અસલી લડાઈ બતાવશે."
સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ
'પાતાલ લોક' અને 'થ્રી ઓફ અસ' જેવી શાનદાર સિરીઝ અને ફિલ્મો માટે જાણીતા ડાયરેક્ટર અવિનાશ અરુણ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત વામિકા ગબ્બી, જયદીપ અહલાવત, સિકંદર ખેર અને તરુણ શર્મા જેવા દમદાર કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દેશભક્તિ અને ન્યાયની આ રોમાંચક સફર ૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
