તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ફિલ્મ 'ધુરંધર' માં લ્યારી વિસ્તારને આતંકનો ગઢ દર્શાવતા પાકિસ્તાને છબી સુધારવા 'મેરા લ્યારી' નામની ફિલ્મ બનાવી
પાકિસ્તાને હવે 'મેરા લ્યારી' નામની ફિલ્મ તૈયાર કરી જેનું પ્રીમિયર લંડનમાં થશે :શું આ ફિલ્મ ભારતની 'ધુરંધર' ને ટક્કર આપી શકશે અને હકીકત બદલી શકશે?

મુંબઈ :બોક્સ ઓફિસ પર અત્યારે માત્ર એક જ નામનો સિક્કો ચાલે છે અને તે છે 'ધુરંધર: ધ રિવિંજ'. આ ફિલ્મે 1700 કરોડનો આંકડો પાર કરીને ભારતીય સિનેમાના ઇતિહાસના તમામ પાના ઉથલાવી દીધા છે. પરંતુ, આ ફિલ્મની સફળતાની સૌથી વધુ 'ચચરાટ' પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મમાં પાકિસ્તાનના કુખ્યાત વિસ્તાર 'લ્યારી'ને જે રીતે રજૂ કરાયો છે, તેનાથી પાકિસ્તાની સરકાર અને ત્યાંના ફિલ્મ સર્જકોમાં ભારે રોષ છે.
ફિલ્મ 'ધુરંધર'માં બતાવવામાં આવ્યું છે કે હમઝા (રણવીર સિંહ) પાકિસ્તાનના લ્યારી વિસ્તારમાં ઘૂસીને ગેંગસ્ટર રહેમાન ડકૈત (અક્ષય ખન્ના)ની ગેંગમાં સામેલ થાય છે. ફિલ્મમાં લ્યારીને આતંકવાદનો અડ્ડો અને ગેંગવોરનું કેન્દ્ર બતાવવામાં આવ્યું છે. પાકિસ્તાની જનતાનું કહેવું છે કે આ રીતે તેમના દેશની છબી ખરાબ કરવામાં આવી રહી છે.
આ અપમાનનો બદલો લેવા માટે પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તૈયાર કરી છે ફિલ્મ મેરા લ્યારી આ ફિલ્મનો દાવો છે કે તે દુનિયાને લ્યારીની અસલી અને સકારાત્મક બાજુ બતાવશે.
પાકિસ્તાની અભિનેત્રી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આયશા ઓમર આ ફિલ્મ દ્વારા પોતાનું ડેબ્યૂ કરી રહી છે.
-
પ્રીમિયર: 2 મેના રોજ લંડનના બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં 'યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ'માં આ ફિલ્મ બતાવવામાં આવશે.
-
રિલીઝ ડેટ: 8 મેના રોજ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવાની તૈયારી છે.
-
મુખ્ય કલાકારો: આ ફિલ્મમાં 'પાવારી હો રહી હૈ' ફેમ દાનાનીર મોબીન, નાયર એજાઝ અને સમીના મુમતાઝ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 'મેરા લ્યારી' તે ઈમેજ સુધારી શકશે જે 'ધુરંધર' જેવી વૈશ્વિક સ્તરે સફળ ફિલ્મે ઊભી કરી છે? એક તરફ રણવીર સિંહનો માસિવ ક્રેઝ છે અને બીજી તરફ પાકિસ્તાનનો આ રક્ષણાત્મક પ્રયાસ. લ્યારીમાં રહેતા લોકો પણ આશા રાખી રહ્યા છે કે આ ફિલ્મ તેમને આતંકવાદી તરીકે નહીં, પણ એક સંસ્કૃતિ તરીકે રજૂ કરશે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
