News of Monday, 14th September 2026
OTT પર સ્ટ્રીમ થઈ વિશ્વનાથ એન્ડ સન્સઃ ફિલ્મ એટલી દમદાર કે રિલીઝ થયાની સાથે આવી ગઈ નંબર ૧ પર
એક જ દિવસમાં વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મે ગાંધારી, GND, ધમાલ ૪ ફિલ્મને પાછળ છોડી દીધી

મુંબઇ તા.૧૪: તમિલ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ વિશ્વનાથ એન્ડ સન્સ ઓગસ્ટ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હવે ઓટીટી પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. મૂળ તમિલ ભાષાની આ ફિલ્મ ઓટીટી પર હિદી ભાષામાં સ્ટ્રીમ થઈ છે. વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મનું બોક્સ ઓફિસ પર પર્ફોમન્સ શાનદાર રહ્યું હતું. અને હવે ઓટીટી પર પણ આ ફિલ્મ નંબર ૧ પર ટ્રેંડ કરવા લાગી છે.
વિશ્વનાથ એન્ડ સન્સ વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મ નેટફિલક્સ પર રિલીઝ થઈ છે. નેટફિલક્સ પર રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં ફિલ્મ નંબર ૧ પર ટ્રેંડ કરવા લાગી છે. એટલે કે વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મે ઓટીટી પર રિલીઝ થયાની સાથે ધમાલ મચાવી દીધી છે. ૧ જ દિવસમાં વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મે ગાંધારી, GND, ધમાલ ૪ ફિલ્મને પાછળ છોડી દીધી છે.
વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મ જ્યારે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મનું ટોટલ નેટ કલેકશન ૧૨૧ કરોડથી વધુનું હતું. આ ફિલ્મની દુનિયાભરમાં કમાણી ૨૦૦ કરોડ રુપિયાથી વધારે હતી. સિનેમા ઘરોમાં આ ફિલ્મે લોકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. આ ફિલ્મ તમિલ ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિદી ભાષામાં રિલીઝ થઈ છે.
વિશ્વનાથ એન્ડ સન્સ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સૂર્યા સાથે મમિતા બૈજૂ, રાધિકા સરથકુમાર, રવીના ટંડન સહિતના કલાકારો મુખ્ય ભુમિકામાં છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
